રાજકારણમાં રોજ નવી ખબરો સામે આવી રહી છે પરંતુ આણંદથી આવેલા આ સમાચાર સનસનીખેજ છે. આણંદના ઉમેટા પાસે મહીસાગર નદીના કિનારેથી એક લાશ મળી હતી. પોલીસ ત્યારે ચોંકી ઉઠી જ્યારે ખબર પડી કે મૃતક વડોદરા ભાજપનો કાર્યકર છે. વડોદરાના વોર્ડ નંબર ૧૮ના પ્રમુખ પાર્થ પટેલ સાથે એવું શું બન્યું કે તેનું મોત થયું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અને વડોદરા વોર્ડ નમ્બર 18ના ભાજપના 36 વર્ષીય પ્રમુખ પાર્થ વીરાભાઈ પટેલનો મૃતદેહ આંકલાવના ઉમેટા મહીસાગર નદી કિનારેથી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે જોકે યુવક અને તેની પત્નિ સામે કોર્ટમાં ખાધા ખોરાકીનો કેશ ચાલી રહ્યો હતો તેમજ અવાર નવાર આ બાબતે ઘરમાં જગડા ચાલતા હતા ઉલ્લેખનીય છે કે યુવકનો મૃતદેહ નદીમાંથી અને તેનું એક્ટિવા થોડે દુર ઉમેટા નદી કિનારેથી મળી આવ્યું છે જોકે કોઈ ચોક્કસ કારણ હજુસુધી બહાર નથી આવ્યું જેને લઈને હત્યા કે આત્મહત્યા અંગે આંકલાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
પત્ની સાથે ચાલતી હતી રકઝક
મળતી માહિતી પ્રમાણે મૃતક પાર્થ અને તેની પત્ની વચ્ચે છેલ્લા એક બે મહિનાથી રકઝક ચાલી રહી હતી. એકાદ મહિના વચ્ચે મારામારીની ફરિયાદ લઇ તેની પત્ની માંજલપુર પોલીસ સ્ટેશન પણ પહોંચી હતી. પરંતુ સ્થાનિક નગરસેવકની સમજાવટથી પોલીસ ફરિયાદ નહોતી થઈ. જેથી એવી શંકા સેવાઇ રહી છે કે ઘરકાંકાસ ને લઇ પાર્થ પટેલે આત્મહત્યા કરી લીધી હશે. પરંતુ હજુ પોલીસ તપાસ ચાલુ છે જ્યાં સુધી સાચું કારણ બહારના આવે ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે.
આંકલાવની ભરત પરમારનો રિપોર્ટ