સ્વામિનારાયણ મંદિર વાઘજીપુર શિલાન્યાસ મહોત્સવની ઉજવણી કરાઈ

પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં વાઘજીપુર ગામ છે. સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપા, સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ, મુક્તજીવન સ્વામીબાપા તથા સ્વામિનારાયણ ગાદીના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ પ્રેરણાથી પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ આદર્શ વાધજીપુર ગામમાં નૂતન શિખરબંધ મંદિરનો શિલાન્યાસ સમારોહની ભકિતભાવપૂર્વક પરમ ઉમંગોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સંતમંડળ તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુર નૂતન શિખરબંધ મંદિરનું ભૂમિપૂજન ભકિતભાવ પૂર્વક કરવામાં આવ્યું. ભૂમિપૂજન વિધિ વિસ્તાર સાથે જોડાયેલી કોઈપણ નકારાત્મકતાને દૂર કરે છે. ભૂમિપૂજન પૂર્ણ થયા પછી શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *