પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે આવેલી આઈટીઆઈ પાસે એક ઈકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત નિપજ્યા છે. ઘાયલોને સારવાર માટે ગોધરા તેમજ દેવગઢ બારિયા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામ પાસે આવેલી આઈટીઆઈ પાસે એક ઈકો કાર પસાર થઈ રહી હતી. તે દરમિયાન એક બેફામ રીતે હંકારી આવેલા ટેન્કર ચાલકે ઈકો કારને અડફેટે લેતાં જ થતા કારનો ખુરદો બોલી ગયો હતો. આ ધડાકાભેર અકસ્માત સર્જાતાં. ઇકોમાં બેઠેલા ચાર લોકો મોતને ભેટ્યા હતા. એકને દવાખાને લઈ જતી વખતે મોત થયુ હતુ. અકસ્માત થતા લોકો એકત્ર થઈ ગયા હતા અને 108 સેવાને જાણ કરવામા આવી હતી. જેથી ઘાયલ થયેલાઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામા આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર ઈકો ગાડીમા સવાર લોકો છોટાઉદેપુર જીલ્લાના હોવાની વિગતો સાંપડી છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ