પાંચમી સપ્ટેમ્બરના દિવસને શિક્ષકદિન તરીકે ઓળખવામાં આવે છે.જેમાં એક દિવસનો અભ્યાસ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક બની શાળાના બાળકોને અભ્યાસ કરાવતાં હોય છે. આ દિવસે ભારતના ભુતપુર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ થયો હતો, જેથી તેમની યાદમા 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/09/IMG-20240906-WA0001-1024x576.jpg)
ગળતેશ્વર તાલુકાની પે. સેન્ટર. શાળા વનોડા ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક બની શાળાના બાળકોને એક દિવસનું ગળતરનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. સૌ પ્રથમ તેમણે આચાર્યની ઓફિસે એક કલાકની મિટિંગ કરી, કોણ કોણ ક્યાં વર્ગમાં ભણાવવા જશે અને ક્યાં વિષયનો અભ્યાસ વિદ્યાર્થીઓને આપવામાં આવશે તે નક્કી કર્યા બાદ શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જુદા જુદા વર્ગમાં જઈને બાળકોને ભણાવવા લાગ્યાં હતાં.તેથી શાળાના શિક્ષકગણ તેમજ આચાર્ય હિતેશભાઈ મિસ્ત્રી દ્વારા વિદ્યાર્થીઓ બાળકોને શું ભણાવે છે અને કેવી રીતે ભણાવે છે તે જોતાં, જેમ ચાલુ શાળાએ શિક્ષકો ભણાવે છે તેવી જ રીતે ભણાવતા જોઈને પે સેન્ટર શાળાએ વિદ્યાર્થીઓના કામને બિરદાવતાં પ્રમાણપત્ર તેમજ ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.અને અલ્પાહાર આપવામાં આવ્યો હતો.આ દિન નિમિત્તે શિક્ષકો બનેલા વિદ્યાર્થીઓના ચહેરા પર હાસ્યનું સ્મિત ચમકેલું જોવા મળ્યું હતું.
ગળતેશ્વરથી અરવિંદ રાવળનો રીપોર્ટ