દમણ નજીક વટારથી મોરાઈ તરફ જતા માર્ગ પર તા.7 સપ્ટેમ્બરે બપોરના સમયે એક ટેમ્પો (નંબર GJ15X6612) પલ્ટી મારી ગયો હતો.મળતી વિગતો અનુસાર, ટેમ્પો ચાલક વટાર ગામની સરકારી શાળા નજીકના વળાંક પર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસતા ટેમ્પો રસ્તાની બાજુમાં ઉતરીને પલ્ટી ગયો.
સદનસીબે,આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં, ટેમ્પા ચાલકનો પણ આબાદ બચાવ થયો હતો.સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ક્રેનની મદદથી પલ્ટી ગયેલા ટેમ્પાને ઉભો કરવામાં આવ્યો હતો.ત્યારે આ દુર્ઘટનાથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ