રાજ્યમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે દસમાં તબક્કાના સેવા સેતુનો રાજ્ય વ્યાપી પ્રારંભ થવા જઈ રહ્યો છે, સેવા સેતુના 10માં તબક્કામાં કુલ 55 સેવાઓનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો છે. ત્યારે જામકંડોરણા તાલુકાનું ગુંદાસરી ગામે પ્રાથમિક શાળાના પંટ્ટાગણ માં ધોરાજી ના પ્રાંત અધિકારી લખીયાભાઈ જામકંડોરણા મામલતદાર કે.બી સાગાંણી તથા મદદનીશ ટીડીઓ કામરીયાભાઈ દ્રારા દિપ પ્રાગટય કરી ૧૭ ગામને આવરી લેવામાં આવેલ સેવા સેતુ ખુલ્લો મુકવામાં આવ્યો હતો દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા
ગુંદાસરી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં જામકંડોરણા તાલુકાના ૧૬ગામોના અરજદારો પોતાની અરજીઓ તેમજ વિવિધ સરકારી યોજનાઓ લાભને લઈ લાભાર્થીઓ આવ્યા હતા. જેમાં રેશનકાર્ડ, આધારકાર્ડ, જાતિનો દાખલો, ઇડબ્લ્યું એસ, વિધવા સહાય, ક્રીમીનલ સર્ટિ, આરોગ્ય સેવાઓ, ડોમીસાઇલ સર્ટિ, વૈ વંદના યોજના, સિનિયર સિટીઝન, જીઇબીને લગતી સેવાઓ, એસટીને લગતી સેવાઓ,તેમજ સરકારની વિવિઘ તમામ યોજનાઓનો લાભો અંગેની માહીતી અને કામકાજ કરવામા આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન આધારકાર્ડમાં સુધારા વધારા કરવા પણ અરજદારો આવ્યા હતા.ગુંદાસરી ગામે થયેલા સેવા સેતુ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી લખીયાભાઈ મામલતદાર કે.બી સાંગાણી , જીલ્લા પંચાયતના માજી ચેરમેન , હરસુખભાઈ પાનસુરીયા પ્રાણજીભાઈ ત્રાડા, વિજયદાન ગઢવી સહિતના હોદ્દેદારો રાજકીય આગેવાનો હાજર રહ્યાં હતાં. આ સેવા સેતુ કાર્યક્રમમાં હાજર રહેલા અધીકાર શ્રીઓ રાજકીય આગેવાનો તેમજ લાભાર્થીઓ અને ગ્રામજનો ગુંદાસરી ગ્રામ પંચાયત ના સરપંચ નિકુંજ ભાઈ સોજીત્રા આભાર વ્યક્ત કર્યો હતો.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો અહેવાલ