૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત આઇકોનિક સ્થળ તરીકે શક્તિપીઠ પાવાગઢ ખાતે ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષભેર ઉજવણી કરાઈ હતી. અન્વયે પંચમહાલ જિલ્લાના લાખો શ્રધ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર પાવાગઢને આઈકોનીક સ્થળ તરીકે જાહેર કરી રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના મંદિર પરિસર ખાતે મોટી સંખ્યામાં લોકો અને શ્રદ્ધાળુઓએ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. વહેલી સવારે આહલાદક વાતાવરણ વચ્ચે તંદુરસ્તીની કામના સાથે લોકોએ યોગના વિવિધ આસનો સાથે મહાકાળીના આશીર્વાદ સાથે તંદુરસ્તીની કામના કરતાં યોગ સાધનાનો લ્હાવો લીધો હતો. રાજ્ય યોગ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત સિનિયર યોગ કોચ સોનલબેન દરજી અને યોગ કોચ સ્વાતિબેન દલવાડી દ્વારા યોગના વિવિધ આસનો કરીને લોકોને પ્રેરિત કર્યા હતા. આ પ્રંસગે તાલુકા વહીવટી તંત્ર, મંદિર ટ્રસ્ટના પ્રતિનીધીઓ સહિતના લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતાં.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ