શહેરાઃપંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના નવા ભુણીદ્વા ગામે આવેલા દેલુચીયા મહારાજના ડુંગર ખાતે 75માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી. જેમા શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત જીલ્લા પંચાયતના હોદ્દેદારો સહિત રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.આ વન મહોત્સવ કાર્યક્રમમાં આઠ પ્રકારની વૃક્ષો રોપીને વૃક્ષરથને પ્રસ્થાન કરાવામા આવ્યુ હતુ, ઉપસ્થિત જનતાને વૃક્ષારોપણ કરીને તેની જાળવણી કરવા હાંકલ કરવામા આવી હતી. શહેરા વિસ્તરણ રેંજના આર.એફ.ઓ તેમજ વનવિભાગના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.
વૃક્ષો પ્રત્યે લોકોમા જાગૃતતા આવે અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ જાગે એ હેતુથી સરકાર દ્વારા વન મહોત્સવ કાર્યક્રમ ઉજવામાં આવે છે. જીલ્લાકક્ષાના કાર્યક્રમ બાદ તાલુકા કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ત્યારે શહેરા તાલુકાના નવા ભુણીદ્રા ગામે તાલુકાકક્ષાના વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગ્ટય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામા આવ્યો હતો. આમંત્રિત તમામ મહેમાનોનુ બીલીપત્રના કુંડ આપીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.
મહાનુભાવોએ પોતાના સંબોધનમા વૃક્ષો પ્રત્યે જાગૃત બની તેને ઉછેરવાની હાકલ કરી હતી.સાથે વનવિભાગની નર્સરીમા જઈ વિવિધ પ્રકારના છોડની ખરીદી કરીને પોતાના ઘર આગળ ખેતરના છેડા પર ખુલ્લી જગ્યાઓ પર તેને રોપીને જાળવણી કરવા તેમજ વૃક્ષો ઓક્સિજન આપે છે. સાથે સાથે તે પંખીઓનુ આશ્રય સ્થાન છે તેને નહી કાપવા પણ અપીલ કરી હતી. ડુંગર આઠ પ્રકારના વૃક્ષો રોપવામા આવ્યા હતા. વડ,પીપળ,સીસુ,બદામ સહિતના વૃક્ષોની રોપણી કરવામા આવી હતી. પરિક્ષેત્ર વનવિભાગ વિસ્તરણ રેંજના શહેરાના અધિકારી એ.એમ.ચૌધરીએ જણાવ્યુ હતુ કે આ કાર્યક્રમનો હેતુ વૃક્ષો પ્રત્યે લોકોમા જાગરુકતા લાવાનો છે. આપણે વૃક્ષ વાવીશુ તો તે ભવિષ્યમા આપણને ફળફુલ બધુ જ આપશે. સાથે સાથે બે હજાર વૃક્ષોનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ