દેશભરમાં આજે 78માં સ્વાતંત્ર્ય પર્વના દેશભક્તિના ગીતો સાથે ઉજવણી થઇ રહી છે.જેમાં શાળા-કોલેજોથી માંડીને સામાજિક સંગઠનો અને પ્રાઇવેટ કંપની જેવી અનેક જગ્યાઓમાં ઉત્સાહભેર આ પર્વની ઉજવણી દેશવાસીઓ કરી રહ્યાં છે,ત્યારે ગળતેશ્વર તાલુકાની શ્રી શારદા મંદિર પ્રાથમિક શાળા મેનપુરામાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય રાજેશ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવતાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા લગાવતાં શાળાનું વાતાવરણ દેશભક્તિની ભાવનાથી જોડાઈ ગયું હતું. આ પર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા દેશ ભક્તિના ગીતોથી ડાન્સ કરી શિક્ષકોથી લઇને ઉપસ્થિત ગામવાસીઓની ચહેરાનું આકર્ષણ બની ગયાં હતાં. આ પર્વ નિમિત્તે પ્રા.શાળાના આચાર્ય રાજેશભાઇ પટેલ,શિક્ષક શૈલૈષભાઇ પટેલ, ભાવિનભાઇ વણકર, જ્યોત્સનાબેન સોલંકી, શિતલબેન વાઘેલા, રીયાબેન વાઘેલા,અન્ય સ્ટાફની સાથે વિદ્યાર્થીગણ અને ગામવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગળતેશ્વરથી અરવિંદ રાવળનો રીપોર્ટ