1 જુલાઇ 1992ના રોજ બેંગલુરુમાં એક બંગાળી પરિવારમાં જન્મી પોતાનું કરિયર બનાવનાર રિયા ચક્રવતિ 2009માં ટીવી પર આવી પોતાના કરિયરની શરુઆત કરી હતી તે આજે મોટા પડદે જોવા મળી છે અને તેના ફેન ફોલોવર્સ પણ દિવસેને દિવસે વઘી રહ્યાં છે. આ અભિનેત્રી પોતાની પ્રોફેશનલ લાઇફ કરતાં તો પર્સનલ લાઇફના કારણે તે ચર્ચામાં રહી છે. રિયા ચક્રવતીએ થોડા દિવસ પહેલા જ પોતાનો 32મો જન્મ દિવસ ઉજવ્યો હતો.
ફિલ્મ જગતમાં એવા અહેવાલો સામે આવે છે કે છેલ્લા કેટલાય સમયથી અભિનેત્રી રિયા ચક્રવતિ કરોડપતિ ઉદ્યોગપતિ નિખિલ કામથને ડેટ કરી રહી છે અને નિખિલ કામથ સાથે એક પાર્ટીમાં ગઇ હતી.તે દરમિયાન રેસ્ટરન્ટમાંથી બહાર નિકળતાં તે બંને કારમાં જોવા મળ્યાં હતાં.તે ઉપરાંત તેઓ રુમર્ડ કપલ ટેનિંગ કરતાં પણ નજરે પડ્યાં હતાં.