વેરાવળના દરિયામાં બોટ પલટી મારી હોવાની ઘટના સામે આવી હતી.અરબી સમુદ્રમાં ભારે કરંટના કારણે બોટ પરત ફરી રહી હતી તે દરમિયાન કિનારા પર આવતા સમયે બોટનું એન્જિન એકાએક બંધ પડી જતાં બોટ પલટી મારી દીધી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/08/IMG_20240827_215916-1024x767.jpg)
અશ્વિની સાગર નામની બોટ કિનારા પર પહોંચતા પહેલા પલટી મારતા બોટ માલિકને લાખોનું નુકસાન થયું હતું. એકાએક બોટે પાણીમાં પલટી મારી દેતાં આસપાસના સ્થાનિકો જોવા ટોળે ચડ્યાં હતા.સદનશીબે કિનારા પર પહોંચતા સમયે બોટ પલટી મારી હતી આ જોઇ બંદર પરનાં સ્થાનિકો દોરડા વડે ખલાસીઓને બહાર કાઢ્યા હતા.
ગીર સોમનાથી મહેશ ડોડીયાનો રીપોર્ટ