
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ ખાતે આવેલા દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્રકોઠી મંદિરના પરિસરમાંથી વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામના ખેડૂત સંજયભાઈ રામાભાઈ ચૌહાણનો મૃતદેહ પાવાગઢના આવ્યો છે. સંજયભાઈ ગત રાત્રે ખેતરમાં પાણી મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા.પાવાગઢ પોલીસે મૃતકના પરિવારજનોની જાણવા જોગ ફરિયાદ નોંધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામના ખેડૂત સંજયભાઈ રામાભાઈ ચૌહાણ સંજયભાઈ ગત રાત્રે ખેતરમાં પાણી મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા.તેમનો મૃતદેહ હાલોલ તાલુકાના પાવાગઢના દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્રકોઠી મંદિરના પરિસરમાં મળી આવ્યો છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. સંજયભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામા આવ્યો હતો.આ મામલે પોલીસ તપાસ પણ કરી રહી છે. રાત્રે ખેતરમાં જવાનું કહીને નીકળેલા સંજયભાઈ 24 કિલોમીટર દૂર પાવાગઢ કેવી રીતે પહોંચ્યા તે એક મોટો પ્રશ્ન છે.પોલીસ આ કેસમાં અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ અઘટિત ઘટનાની શક્યતાઓ ચકાસી રહી છે. સંજયભાઈના મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.