
ગોધરા,પંચમહાલ જીલ્લામાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવી રમઝાન ઈદની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી હતી. જીલ્લાના વડામથક ગોધરા ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા એક બીજાન ગળે મળી શુભકામનાઓ પાઠવામાં આવી હતી. સાથે સાથે અન્ય તાલુકાઓ હાલોલ, કાલોલ, શહેરા સહિત પણ ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેર સહિત હાલોલ, કાલોલ,શહેરા સહિતના નગરોમા રમઝાન ઈદની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી સૌ કોઈ મુસ્લિમ બિરાદરો એકબીજાને મળીને શુભકામનાઓ પાઠવી હતી. ગોધરા ખાતે આવેલી ઈદગાહ ખાતે મોટી સંખ્યામા મુસ્લિમ બિરાદરોએ હાજર રહીને નમાજ અદા કરી હતી. દેશમા ભાઈચારો, તેમજ કોમી એખલાસ અને અંખડીતા જળવાઈ રહે તેવી દુવા કરવામાં આવી હતી. હાલોલનગરમાં ઈદ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમા પાવાગઢ રોડ પર આવેલી નુરાની મસ્જિદ ખાતે ઈદની નમાજ અદા કરવામા આવી હતી. મુસ્લિમ બિરાદરોમા ઈદને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાના ભુલકાઓ પણ સૌ રંગબેરંગી પોશાકમાં મળ્યા હતા.કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવામા આવ્યો હતો.
પંચમહાલ ગોધરા થી વિજયસિંહ સોલંકી..