Google Mapનાં ભરોસે નીકળેલા કન્ટેનર ચાલકને જીવના જોખમે સદબુદ્ધિ આવી…!

સમગ્ર વિશ્વમાં Google Mapsના છબરડાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ગઈ કાલે દમણમાં પણ ગુગલ મેપ્સના મિસ્પ્રિડીક્શનનનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ગૂગલ મેપ્સ દ્વારા બતાવેલ રૂટને અનુસરતી વખતે એક કન્ટેનર પલ્ટી મારી ગયું હતું, અને ટ્રક ચાલકનો માંડમાંડ જીવ બચ્યો હતો.

મળતી માહિતી મુજબ ભીલાડથી સમાન ભરીને દમણની પ્લાસ્ટીબેન્ડ કંપનીમાં આવતા એક કન્ટેનર નંબર MH46-BB-3901નો ચાલક જય પ્રકાશ દમણમાં પ્રવેશ કર્યા બાદ કોસ્ટલ હાઇવે પરથી કડૈયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી પ્લાસ્ટિબેન્ડ કંપની સુધી જવા માટે ગુગલમેપનો ઉપયોગ કર્યો હતો, ગુગલ મેપે કોસ્ટલ હાઈવેથી પ્લાસ્ટિબેન્ડ કંપની સુધી પહોંચવા માટે એવી ગ્લોબલ નજીક આવેલા ઢોળાવ પરથી જતા સાંકડા રસ્તાનો શોર્ટ કટ બતાવ્યો હતો, આ માર્ગ સવારે સાંજે કંપનીના પગપાળા અને દ્વિચક્રી વાહનો પર જતા કામદારો શોર્ટ કટમાં કોસ્ટલ હાઇવે સુધી પહોંચવા માટે ઉપયોગમાં લેતા હોય છે, મોટા ભાગે આ રોડ પરથી ફોર વ્હીલર વાહનોની અવર જવર બંધ જ હોય છે, પરંતુ ડ્રાઈવરે ગુગલ મેપ પર પરમ શ્રદ્ધા રાખીને કન્ટેનરને હાઈવેના ઢોળાવ પરથી સીધું સાંકડી કેડી પર મારી મૂક્યું હતું, જો કે કન્ટેનર સાઈઝમાં મોટું હોય સાંકડા માર્ગ પર ધાર્યા મુજબ ટર્ન ન કાપી શકતા આખું કન્ટેનર માર્ગ પર પલ્ટી મારી ગયું હતું, ગઈ કાલે રાત્રે થયેલા અકસ્માત બાદ આજે બપોર સુધી કન્ટેનરને ઊંચકવાની કોઈ કામગીરી કંપની સંચાલકો દ્વારા હાથ ધરવામાં ન આવતા કન્ટેનર બપોરના 3 વાગ્યા સુધી ત્યાં જ પડી રહ્યું હતું, જો કે આ અકસ્માતમાં બાલબાલ બચેલા કન્ટેનર ચાલકને એટલી તો અક્કલ આવી જ ગઈ હશે કે હવે પછી જો રસ્તો ભૂલી જવાય તો કોઈ રસ્તે ચાલતા રાહદારીને પૂછી લેવું પણ ગુગલ મેપના ભરોસે કદી જીવનું જોખમ ખેડવું નહીં.ઉલ્લેખનીય છે કે, ગુગલ મેપ્સ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય અને વિશ્વસનીય નકશા સેવા છે, ઘણા લોકો તેનો ઉપયોગ નવા માર્ગ અને સ્થળ પર જવા માટે કરે છે. જો કે કેટલીકવાર ટેક્નોલોજી પર વધુ પડતો આધાર રાખવો મોંઘો પણ સાબિત થઈ શકે છે. જે તમને ક્યારેક ખોટા રસ્તે પણ લઈ જાય છે, જેમાં ક્યારેક ક્યારેકે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *