દમણની ગૌશાળામાં ગૌવંશના મોતનો આંકડો 56ને પાર

સંઘપ્રદેશ દમણના દલવાડા સ્થિત આવેલી ગૌશાળામાં ગૌવંશના મોતનો આંકડો 56ને પાર પહોંચી ગયો છે. ભીમપોરની ફૂડ ફેક્ટરીના પાપે લાવવામાં આવેલી મોટી માત્રામાં મેંદાની સમોસા પટ્ટી આરોગ્યા બાદ ગૌવંશના મોત નિપજતા પ્રદેશની ગૌપ્રેમી જનતામાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ દલવાડાની જય જલારામ પીડાગ્રસ્ત ગૌશાળામાં ભીમપોરની ફૂડ ફેક્ટરીમાંથી 25 થી 30 ગુણીમાં 300 કિલોની ઉપર મેંદાની સમોસા પટ્ટીનો જથ્થો લાવવામાં આવ્યો હતો. જે સમોસા પટ્ટીને ગૌવંશે આરોગ્યા બાદ બીજા દિવસે શનિવારે ગૌશાળામાં 40 ગૌવંશના મોત થતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું.

પશુ ચિકિત્સક સહિત જિ.પં.ની ટીમ તથા અધિકારીઓ, પોલીસ ટીમે ધસી આવી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા ગૌવંશને સારવાર આપવામાં આવી રહી છે. રાત્રે પણ અમુક ગૌવંશના મોત નિપજ્યા હતા. મોતને ભેટેલા ગૌવંશને જેસીબીથી ખાડા ખોદી દાટવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. રવિવારે સારવાર લઈ રહેલા 4 ગૌવંશે પણ દમ તોડી દેતા દમણની ગૌશાળામાં ગૌવંશના મોતનો આંકડો 56ને પાર પહોંચી ગયો છે. મામલાની ગંભીરતા જોઈને દમણ જિ.પં.ના ડીડીઓએ આ મામલે દલવાડાની જય જલારામ પીડાગ્રસ્ત ગૌશાળાના સંચાલકો વિરુદ્ધ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. 56 થી વધુ ગૌવંશના મૃત્યુ અંગે પશુ ચિકિત્સક ડો.વી.બી.પરમારે જણાવ્યું હતું કે, મેંદામાં કાર્બોહાઈડ્રેડની માત્રા વધારે હોય છે. જે ગાય તેને વધારે માત્રામાં આરોગી લે છે, ત્યારે તેમની અંદર એસીડોસીસ થઈ જાય છે. પશુઓની અંદર દિવસમાં 5 થી 6 વાર લાળ સાથે ખોરાક પચાવવાની પ્રક્રિયા થતી હોય છે. જે પ્રક્રિયા આ ખોરાક ખાધા બાદ ન થવાના કારણે તેઓ મોતને ભેટતા હોય છે. ત્યારે વધારે માત્રામાં મેંદાની સમોસા પટ્ટીના લોટની વાનગી ખાવાના કારણે ગૌશાળામાં ગૌવંશના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આટલી મોટી માત્રામાં મેંદાની સમોસા પટ્ટી ભીમપોરની કંઈ ફૂડ કંપનીમાંથી મોકલવામાં આવી હતી. તેની પણ નિષ્પક્ષ તપાસ થવી એટલી જ જરૂરી છે. સાથે કંપની દ્વારા મોકલવામાં આવેલા સમોસા પટ્ટી આરોગ્યપ્રદ હતી કે પછી બિન આરોગ્યપ્રદ તેની પણ તપાસ હેતુ બયેલા સમોસા પટ્ટીના જથ્થાના સેમ્પલ લેબમાં મોકલવાની કાર્યવાહી પ્રશાસને કરવી જરૂરી છે. જો કોઈ ફૂડ કંપની આ કેસમાં દોષિત નીવડે તો તેવી કંપનીનું લાયસન્સ રદ્દ કરવાની સાથે કંપનીને ક્લોઝર નોટિસ પાઠવી કડક કાર્યવાહી કરે એવી ગૌપ્રેમીઓ માંગ કરી રહ્યા છે. 60થી પણ વધુ નિર્દોષ ગાયોના મોત બાદ દમણ ગૌરક્ષા મંચની ટીમે ભવિષ્યમાં આવા બનાવો ફરી ન સર્જાય એ માટે મોટી વાંકડ અને કચિગામની ગૌશાળાની જેમ દલવાડાની ગૌશાળાના સંચાલનની જવાબદારી પણ ગૌરક્ષા મંચને સોંપવામાં આવે તેવી માંગ સાથે દમણ ગૌરક્ષા મંચની ટીમે આજે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું, તેમજ ગૌવંશોના કરૂણ મોતની સમગ્ર ઘટનામાં જવાબદાર લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કલેકટર સમક્ષ કરી હતી.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *