કાલોલ તાલુકાના નવી વસાહત-૧ ની પ્રાથમિક શાળામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ચેતનાબેન પરમારે શાળા મુલાકાત લીધી હતી.આ દરમિયાન ગ્રામજનો સાથે બાળ સુરક્ષા એકમ સંદર્ભે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો જેમાં બાળ લગ્ન,બાળમજૂરી,બાળકોના અધિકારો,પોસ્કો એક્ટ સહિત બાળકોને મળતા લાભો અને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.આ ઉપરાંત બાળકોને જીવનમાં શિક્ષણનું શું મહત્વ છે તેવી શિક્ષણની ઉપયોગીતા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.જેમાં નવી વસાહત-૧ માં બાળકો શાળાએ નિયમિત આવતા નથી મોકલતા, અને કેનાલમાં ન્હાવા પડે છે,બકરા ચરાવવા જાય છે, ખેતી કામ કરે છે. તો આ બધા કામો તમે તમારા બાળકો પાસે ન કરાવો અને તેમણા ભવિષ્યની ચિંતા કરી તેમણે આગળ લાવવા નિયમિતપણે શાળાએ મોકલી, રજાઓના દિવસ દરમિયાન તમે તમારા બાળકોને ઘરે બેસાડી અભ્યાસ કરાવો જેવા અનેક મુદ્દે વાલી, તેમજ શાળાના શિક્ષકોને માહિતી આપી હતી.જેમાં બાળકોના યુનિટ ડિસિબિલિટી આઇડી કાર્ડ,બાળકોની પાલક માતા પિતાની યોજનાઓ અને મનોદ દિવ્યાંગ પેન્શન યોજના, બેટી બચાવો અને બેટી પઢાવો, જેવી વિવિધ યોજનાઓની માહિતી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દિલીપભાઈ પરમારે સમજ આપી ગામના વડીલોને જાગૃત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ,મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે બાળકો હાજર રહ્યા હતા.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-16-at-12.17.08-PM-1024x768.jpeg)
કાલોલથી સાજીદ વાઘેલાનો રિપોર્ટ