સંજાણ રોડ ઓવર બ્રિજ, ઉમરગામ તરફ ઉતરતા ભાગે આવેલા એપ્રોચ પાસે જીવલેણ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલું રહેતું હોવાથી વાહન ચાલકો માટે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. આ માર્ગ મુખ્ય હોવાના કારણે અહીંયાથી દિનભર હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતાં હોય છે. ત્યારે આ ખાડાઓને કારણે વાહનની એક્સલ તૂટવી, પાટા તૂટવા, ટાયર ફાટવા અને પંચર થવા જેવા બનાવો નોંધાયા છે.
આજે એક વાહન ચાલકે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે, “આ ખાડાઓને કારણે મારા વાહનને ઘણું નુકસાન થયું છે. દરેક વરસાદ પછી આ સ્થિતિ વધુ ખરાબ થાય છે, અને અમારી સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાં જરૂરી છે.”આ સમસ્યાને ઉકેલવા માટે સત્તાધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ, જેથી આ જીવલેણ ખાડાઓના કારણે વાહન ચાલકોને કોઈ અનબનાવનો સામનો ન કરવો પડે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ