પંચમહાલ જિલ્લાના તાલુકામાં અવિરત પડી રહેલા વરસાદના પગલે ચારેકોર પાણી ભરાયા છે. ગોધરા શહેરના મધ્યમાં પસાર થતી મેસરી નદીના પટમાં એક ઈસમ ફસાતા તેને ગોધરા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરીને સહી સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/08/IMG-20240825-WA0097-1024x462.jpg)
ગોધરા શહેરમાં ગઈકાલે મોડી રાત્રીએ અવીરત વરસાદ પડી રહ્યો હતો જેના પગલે ચારે કોર પાણી પાણી જોવા મળી રહ્યું હતું,ત્યારે ગોધરા શહેરમાં રહેતા ભુધરભાઈ ચીમનભાઈ દંતાણી ગઈકાલે મેસરી નદીના પટમાં સૂઈ ગયા હતા. અને મોડી રાત્રે જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદના પગલે મેસરી નદીમાં પાણીનો પ્રવાહ એકદમ વધી ગયો હતો. જેના કારણે ભુધરભાઈ દંતાણી મેસરી નદીના પટમાં વચોવચ ઘસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ત્યારે મેસરી નદીના પટની આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોની નજર ભુધરભાઈ ઉપર પડતા તાત્કાલિક ગોધરા ફાયર બિગેડને જાણ કરી હતી. આથી ફાયર બ્રિગેડના જવાન દિનેશ ભાભોર સતીશ ડાંગી અને ભરત ગઢવી કલ્પેશ વાઘેલા સહિતના ફાયર ફાઈટર ગોધરા શહેરની મેસરી નદીમાં ફસાયેલ ભુધરભાઈ દંતાણીનું રેસ્ક્યુ કરી અને કલાકોની ભારે જહેમત બાદ સહી સલામત રીતે બહાર કાઢ્યો હતો.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ