આજરોજ સ્વાતંત્ર પર્વની નિમિત્તે વાપી ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સતીષ પટેલે આજે ધ્વજ ફરકાવ્યો હતો અને વાપીના ઉદ્યોગપતિઓને દેશની પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી.
તેમણે કહ્યું કે માત્ર વાપી જ નહીં પરંતુ સમગ્ર દેશની પ્રગતિ માટે સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ અને તેમની સફળતા મહત્વપૂર્ણ છે. આ પ્રસંગે એસોસિએશનના સભ્યો અને ઉદ્યોગના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે એક થઈને દેશના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો
વાપીથી આલમ શેખનો રીપોર્ટ