
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામના બે આશાસ્પદ યુવાનોના મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ભાટપુરા ગામે પાસેથી પસાર થતી પાનમ કેનાલમાં ડુબી જવાથી મોત થયા હતા. સોમવારે તેમના મૃતદેહોને લાભી ખાતે આવેલા સ્મશાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના મોતના પગલે લાભી ગામમા શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનોમા પણ શોકની કાલીમા છવાઈ હતી.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા લાભી ગામે રહેતા અજયભાઈ પારસિંગ ભાઈ પટેલીયા,હિતેશભાઈ પારસિંગ ભાઈ પટેલિયા, અને દિલીપ પ્રતાપભાઈ પટેલીયા લગ્નપ્રસંગમાં જઈ ઘરે પરત ફરતી વખતે લુણાવાડા તાલુકાના ભાટપુરા ગામ પાસે પસાર થતી પાનમ કેનાલમા હાથ પગ ધોવા ઉતર્યા હતા. પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. જેમા એક યુવાન દિલીપ પટેલીયાનો બચાવ થયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા બંને યુવાનો અજયભાઈ પારસિંગ પટેલીયા અને હિતેશભાઈ ભારતભાઈ પટેલીયાના મૃતદેહને શોધી કાઢવામા આવ્યા હતા અને લુણાવાડા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામા આવી હતી. શહેરાના લાભી ખાતે બંને યુવાનોની અંતિમયાત્રા નીકળી હતી અને લાભી સ્મશાન ખાતે તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આશાસ્પદ યુવાનોના મોતના પગલે લાભી ગામમા શોકની કાલીમાં છવાઈ હતી.
પંચમહાલ ગોધરા થી વિજયસિંહ સોલંકી..