ગુજરાતમાં દિન પ્રતિદીન યુવાનોમાં હાર્ટએટેકનાં બનાવો વધી રહ્યા છે. ગઈ કાલે અરવલ્લીનાં મેઘરજમાં એક 23 વર્ષિય યુવતીને ઉંઘમાં જ હ્દયરોગનો હુમલો આવ્યો હતો. જેનાં કારણે તેનું મોત થયુ છે. સવારે જ્યારે પરિવારને ખબર પડી કે ઉંઘમાં જ તેમની દિકરીનું મોત થયુ છે ત્યારે તેમની પગ તળે થી જમીન ખસી ગઈ હતી.
અરવલ્લી જિલ્લાનાં મેઘરજ તાલુકામાં કંભરોડા ગામે એક 23 વર્ષિય યુવતી રવિવારના રોજ મોત થયુ હતું. આ યુવતી સાંજે જમીને સુઇ ગઇ હતી. પરંતુ સવારે તે વહેલી ઉઠી નહોતી. પરિવારે જ્યારે તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો તો તે ઉઠી નહોતી. અને કોઈ હલન ચલન પણ કરતી નહોતી. જેથી પરિવાર જનો ચિંતામાં મુકાયા હતાં. તેમણે તાત્કાલીક યુવતીને નજીકના દવાખાને ખસેડી હતી. તબીબે તપાસ કરી યુવતીને મૃત જાહેર કરી હતી. મોત પાછળનું કારણ કહેતાં ડોક્ટરે જણાવ્યુ હતું કે, રાત્રીના સમયે ઉંઘમાં જ તેને હાર્ટ એટેક આવી ગયો હતો. આ સાંભળી યુવતીના પરીવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. પરીવારના સભ્યોએ હોસ્પિટલમા હ્યદયદ્રાવક આક્રંદ કર્યુ હતું. જે દિકરી માટે પરિવારે મોટા સપના જોયા હતાં એ દિકરીને હવે અંતિમ વિદાય આપવાની આવતા પરિવારમાં અને આખા ગામમાં ગમગીની છવાય ગઈ હતી.
અરવલ્લીથી જયદિપ ભાટીયાનો રિપોર્ટ