જગતપાવન સ્વામીએ ગીફ્ટ આપવાના બહાને રુમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું
વડતાલ સ્વામી નારાયણ સંપ્રદાયનો વધુ એક શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની યુવતીએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે વડતાલના સ્વામી જગતપાવન સ્વામીએ મારી સાથે દુષ્કર્મ આચર્યું છે.અને અભદ્ર વાતો કરી હતી.
જગતપાવન સ્વામીએ મને ગીફ્ટ આપવાના બહાને વર્ષ 2016માં મંદિરે બોલાવી હતી.ત્યારબાદ રુમમાં ગીફ્ટ આપવાનું કહીને તેઓએ મને રુમમાં લઇ જઇને મારી મારી સાથે જબરદસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતું.સાથે જ તેેમણી જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે મને વિડીયો કોલ કરી નિરવસ્ત્ર કરી ગૃપમાં વાતો કરતાં અને નિરવસ્ત્રોવાળા ફોટો મંગાવી મારી સાથે અભદ્ર વાતચિત કરતાં હતાં.જો આવું નહીં કરુ તો હું દવા પી લઇશ અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતાં હોવાના પણ જણાવ્યું છે. જગતપાવન સ્વામીની સાથે એચ.પી.સ્વામી અને કીર્તી સ્વામી પણ આ કુકર્મમાં ભાગીદાર હોવાનો આરોપ લગાવ્યો છે. જેથી તેમણે પણ કડક સજા કરવામાં આવે તેવી માગ કરી છે.ત્યારે આ સમગ્ર ઘટનાને લઇ આજે 8 વર્ષ થઇ ગયા અને હવે યુવતીએ જગતપાવન સ્વામી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.તો આ વાતમાં કેટલું તથ્ય છે, તે મોટો સવાલ પણ ઉઠવા પામ્યો છે.
વડોદરાથી અરવિંદ રાવળનો રીપોર્ટ