ઉમરગામ ટાઉનમાં રસ્તાનાં મજબૂતીકરણનાં ચાલતાં કામની ચર્ચા બની ‘Talk of the town’…!

ઉમરગામ ટાઉનથી સ્ટેશન રોડ, મહારાષ્ટ્ર બોર્ડર સુધી રાજ્ય ધોરીમાર્ગનાં મજબૂતીકરણનું અપગ્રેડિંગ કામ, માર્ગ અને મકાન વિભાગ, વલસાડની કચેરીનાં નેજા હેઠળ થઈ રહ્યું છે. જેમાં, સદર મુખ્ય માર્ગનાં ઉમરગામ GIDC કોલોની ફાટાથી લગભગ પાવર હાઉસ / ગાંધીવાડી સુધી વ્હાઈટ ટોપિંગનું કામ થઈ રહ્યું છે.

આવી કામગીરી માટે હવે જાહેર માર્ગનાં રસ્તાઓને સલામત અને ખાડામુક્ત બનાવવા વ્હાઈટ ટોપિંગ પધ્ધતિ વિકસાવવામાં આવી રહી છે. ટુંકમાં, વ્હાઈટ ટોપિંગ, એ પોર્ટલેન્ડ સિમેન્ટ કોંક્રિટ (PCC)નો છે. વ્હાઈટ ટોપિંગ, રસ્તામાં તિરાડો અને ખાડામાંથી મુક્ત કરવાનાં વિકલ્પ રૂપે કામ કરે છે. જેથી, વાહનોની યાતાયાત સુરક્ષિત અને ઝડપી બને એટલા માટે સરકાર આવાં રસ્તાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે.

વ્હાઈટ ટોપિંગ કામની શરૂઆતમાં જ આ બાબતે ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનનાં પ્રમુખ નરેશ બાંથીયાએ એકલા હાથે અવાજ ઉઠાવ્યો હતો. જો કે, વિભાગીય અધિકારી તથા રાજકારણીઓ દ્રારા સદર કામ સારૂ કરવામાં આવશે.એવી હૈયાધરપત આપી નરેશભાઇ બાંથીયાને શાંત કરવામાં આવ્યાં હતાં. તાજેતરમાં આ માર્ગ પર ચાલી રહેલું કામમાં વધું સારી સફર માટે રસ્તાનું અપગ્રેડિંગ..કે પછી, ગજવાનું અપગ્રેડિંગ ન થતાં પોપડા ઉખડવાનું શરૂ થયું છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓ આ ફોડ પાડશે ?ઠેકેદારે વ્હાઈટ ટોપિંગનાં પોપડા ઉખેડવાનું શરૂ કર્યું. હવે આ પોપડા અચાનક ઉખેડવા પાછળનું કારણ અકબંધ છે. ઠેકેદારનાં માણસો બોલવા તૈયાર નથી..! માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓ પોતાની કેસેટ વગાડી, સબ સલામતનાં બણગાં ફુંકી રહ્યાં હોવાનું સુત્રો દ્રારા જાણવાં મળ્યું છે. પરંતુ આ પોપડા ઉખેડવા પાછળનું કારણ જણાયું નથી. જો કે, પોપડા જે રીતે ઉખેડી રહ્યાં છે, તેમાં નકરો સફેદ પાવડરનો ભુખો પાથર્યો હોય એવું જણાય આવે છે. આ ઉખેડાતાં પોપડાનાં કારણે ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતો આ માર્ગ ફરી ચર્ચાએ ચઢ્યો છે.ટેન્ડર નોટીસમાં લખવામાં આવ્યું છે કે, ઠેકેદાર કામની વિગતનો બોર્ડ મુકશે. જેથી, કામ બાબતે પ્રજાને સમજ પડે..! પરંતુ, આવું કોઈ બોર્ડ ઠેકેદારે મુક્યું ન હોવાનું જાણવાં મળ્યું છે. બોર્ડ ન મુકવા પાછળનું કારણ પણ અકબંધ..!
વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *