
દમણમાં બનેલું એક અનોખું પોલીસ સ્ટેશન હવે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સામાન્ય રીતે “પોલીસ સ્ટેશન” શબ્દ સાંભળતા લોકો થોડા ગભરાઈ જાય, પણ દમણમાં બનાવવામાં આવેલ પોર્ટુગીઝ શૈલીનું ભવ્ય પોલીસ સ્ટેશન હવે પર્યટકો માટે એક નવી અપેક્ષા જગાવશે.
દમણ એક સમય પોર્ટુગીઝ વસાહત હતું, જ્યાં પોર્ટુગીઝ શાસકો 450 વર્ષ સુધી રાજ્ય કર્યુ હતુ. 1961માં દમણ-દીવ આઝાદ થયા, અને ત્યાર બાદ તેમનો વિકાસ હળવો રહ્યો. 2016માં પીએમ મોદીએ દમણ-દીવની જવાબદારી પ્રફુલ પટેલને સોંપી, ત્યાર પછી દમણ-દીવમાં ફાસ્ટ ડેવલપમેન્ટ શરૂ થયું.
પ્રફુલ પટેલના નેતૃત્વમાં દમણ-દીવના વિકાસ સાથે પોર્ટુગીઝ સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયત્ન થયો છે. નમો પથ, રામ સેતુ અને નાઈટ માર્કેટ પછી હવે પોર્ટુગીઝ શૈલીમાં બનેલું પોલીસ સ્ટેશન પણ એક મોટું આકર્ષણ બની રહ્યુ છે. દમણ આવતા પર્યટકો માટે આ પોલીસ સ્ટેશન માત્ર સુરક્ષાનું પ્રતિક નહીં, પણ એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળ તરીકે પણ ઓળખાશે.
આવો અને દમણના નવનિર્મિત ભવ્ય પોલીસ સ્ટેશનનો અનુભવ કરો!
દમણ થી આલમ શેખ..