આજ રોજ નડિયાદ મુકામે સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ ચાલી રહેલ છે અને તે નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની કથા ચાલી રહેલ છે તે દરમિયાન ખેડા જિલ્લા મુસ્લિમ સમાજ ના મુસ્લિમ બિરાદર સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન ના નેજા હેઠળ એક શુભેછા મુલાકાત કરવામાં આવી અને ફૂલો અને સર્ટિફિકેટ થી મોરારી બાપુ નું સન્માન કરવામાં આવ્યું અને વધુ માં સોહીલ ભાઈ ચિસ્તીયા દ્ધારા સંતરામ મંદિર નડિયાદ ને કોમી એકતા ના ઉત્તમ ઉદાહરણ રૂપી ગણવામાં આવ્યું અને મંદિર દ્ધારા કોરોના, દુષ્કાળ, પૂર કે કોઈ બી આફત કે હોનારત ની પરિસ્થતિ માં નાત જાત ના ભેદ ભાવ વગર કરવામાં આવતી સેવા અને રોજે રોજ ચાલતી ચિકિત્સાલાય (હોસ્પિટલ ) ની મોતિયા ની સારવાર, લેબોરેટરી, સોનોગ્રાફી અને તમામ આરોગ્યલક્ષી સુવિધાઓ ને પણ નાત જાત ના ભેદભાવ વગર ચલાવવામાં આવે છે, આવી સેવાઓ અવિરત ચાલુ રહે અને સાથે સાથે આવનાર દિવસો માં ૬, ૭, ૮ તારીખે સંતરામ મંદિર માં સંતરામ મંદિર અને નડિયાદ ટાઉન પોલીસ દ્ધારા થેલેસીમિયા ગ્રસ્ત દર્દીઓ ના લાભાર્થે યોજાનાર રક્તદાન કેમ્પ માં પણ ચિસ્તીયાં ફાઉન્ડેશન ના નેજા હેઠળ નડિયાદ તેમજ આજુ બાજુ ના મુસ્લિમ યુવાનો રક્તદાન કરશે તેવી સોહીલ ભાઈ ચિસ્તીયા એ જાહેરાત કરી હતી, સાથે સાથે શકીલ ભાઈ સંધિ દ્ધારા મહારાજ દ્ધારા આપવામાં આવેલ કોમી એકતા અને એખલાસ ના સંદેશ ને પણ બિરદાવ્યો હતો..
નડિયાદ થી જય શ્રીમાળી — 7359456241