વલસાડ S.O.G ટીમે 18 વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને દબોચ્યાં

વાપી ટાઉન પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા 18 વર્ષથી નાસતા ફરતા બે આરોપીને ગાજીપુર, ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં વલસાડ S.O.G.ને મોટી સફળતા મળી છે.અહેવાલ અનુસાર, 24 સપ્ટેમ્બર 2006ના રોજ વાપીના રાતા પટેલ ફળીયાની સીમમાં કોલક નદીના પાણીમાં અજાણી સ્ત્રીની ગળું દબાવીને હત્યા કરીને તેની લાશ કંતાનના કોથળામાં ભરવામાં આવી હતી. હત્યા પછી આરોપીઓ નાશી ગયા હતા. આ સ્ત્રીની ઓળખ ચંદાદેવી W/O રાધેકિશન બલિસ્ટર રાય રાજભર તરીકે થઈ હતી.પોલીસ તપાસ દરમિયાન, મૃતકના પતિ રાધેકિશન રાય અને તેના સસરા બલિસ્ટર રાય ગુનાના મુખ્ય આરોપી તરીકે પલાયન થઇ ગયા હતા. પોલીસે પપ્પુરાય ઠાકુરરાય રાજભરને 9 ઓક્ટોબર 2006ના રોજ ધરપકડ કરી હતી અને તેના નિવેદન મુજબ, રાધેકિશન રાય, બલિસ્ટર રાય અને ઇસ્તીયાક ખાનના નામ ખુલ્યા હતા.છેલ્લા 18 વર્ષથી આરોપીઓ નાસતા ફરતા હોવાને કારણે, ન્યાયલયે CRPC 70 હેઠળ વોરંટ જારી કરીને આરોપીઓને ફરાર જાહેર કર્યા હતા.

વલસાડ S.O.G.ની ટીમે વિવિધ આધારોથી માહિતી મેળવી, આરોપીઓના સંબંધીઓ અને વ્યવસાયને લગતા લોકોની પૂછપરછ કરીને અને હ્યુમન અને ટેકનિકલ સોર્સથી માહિતી મેળવી, આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી. આ દરમિયાન, ASI વિક્રમભાઇ મનુભાઈને આરોપીઓ ગામ લહના, પોસ્ટ ભદૌરા, ગહમર, ગાજીપુર, ઉત્તરપ્રદેશ ખાતે હોવાની ચોક્કસ માહિતી મળતા, PO. ઇન્સpector A.U. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આઇ.કે. મિસ્ત્રી અને S.O.G. સ્ટાફના ASI વિક્રમભાઇ મનુભાઇને ઉતરપ્રદેશ મોકલવામાં આવ્યા.

સ્થાનિક ગહમર પોલીસની મદદથી, આરોપી બલિસ્ટર રાય (ઉ.વ. 64) અને ઇસ્તીયાક ખાન (ઉ.વ. 48)ને ઝડપી પાડવામાં આવ્યા. આ બંને આરોપીઓને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ અર્થે સોંપવામાં આવ્યા છે. અત્યાર સુધી, ત્રીજો આરોપી ક્રિષ્ના રાજભર ઉર્ફ રાધે કિશુન હાલમાં મધ્યસ્થ જેલ વારાણસી, યુ.પી. ખાતે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.આ ઓપરેશનમાં PO. ઇન્સpector A.U. રોઝ, PO. સ.ઇ. આઇ.કે. મિસ્ત્રી, ASI વિક્રમભાઇ મનુભાઇ રાઠોડ, અને પોલીસ સ્ટાફના રમેલાજી ભગુભાઇ ગામીત, અને અરવિંદસિંહ નાનુસિંહ બારીઆએ મહત્વનો ભાગ ભજવ્યો.વલસાડ S.O.Gની ટીમને આ મહત્વની સફળતા મળતા, વાપી મર્ડર કેસમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને કાયદાની જદમાં લાવ્યા છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *