ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ડહોળું પાણી આવતાં લોકોમાં ગંભીર બીમારીઓ થવાના ભય ફેલાયો

ગંદા પાણીની સાથોસાથ મૃત જીવજંતુઓ અનેે કચરો આવાતં લોકો રોષે ભરાયા

ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં અપાતું પીવાનું પાણી ગંદું અને ડહોળું આવતાં અહીંના રહીશોમાં રોષ ફેલાયો છે. જે પીવા કે વાપરવા લાયક પણ નહીં હોવાનું અહીંના રહીશોએ બળાપો કાઢ્યો છે.

ડહોળા અને બિનપીવાલાયક પાણી અંગે રહીશોએ જણાવ્યું હતું કે આવા પાણીથી રહીશોના સ્વાસ્થ્ય પર ખતરો ઊભો થાય તેમ છે. હાલ જ્યારે વરસાદી વાતાવરણ છે, ત્યારે આવા ગંદા પાણીથી રોગચાળો વધુ વકરી શકે તેમ હોઇ રહીશો ચિંતિત બન્યા છે. પાણી પીવા લાયક તો નહી જ આવતું પણ, વાપરવા લાયક પણ નહીં. આવા સમયે વેચાતું પાણી લાઇને વપરાશ કરવાનો વારો આવ્યો છે. જો આ ગંદા પાણીનો ઉપયોગ કરીશું તો,ગંભીર બિમારી થવાનો ભય પણ તેમના મનમાં સેવાઇ રહ્યો છે. આ રીતે રહીશોના આરોગ્ય સાથે ચેડાં થશે અને જો સત્વરે પાલિકા દ્વારા શુદ્ધ પાણી આપવામાં નહીં આવે તો રહીશો ઉપરી અધિકારીઓને ફરિયાદ કરશે.ઉલ્લેખનિય છે કે, હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે આ સમયે સ્થાનિકોના નળમાંડહોળું પાણી આવતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. ચોમાસામાં, ઉનાળા જેવી ડબલ ઋતુમાં તાવ અને ખાંસી – શરદીનો પાવર માથું ઉચકી શકે એમ છે. ત્યારે ગંદા પાણીના કારણે નગરમાં રોગચાળો ફેલાવાની દહેશત સેવાઇ રહી છે. જો જવાબદાર તંત્ર દ્વારા તાકીદે નિવારણ લાવવામાં નહીં આવે તો, ઉપલા ઉધિકારીને ફરિયાદ કરવા જણાવ્યું છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *