સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ચૂંટણી અગાઉથી જ બાર અને વાઇન શોપમાં દારૂ અને બીયરની અછત જોવા મળી હતી. જોકે હાલ પણ જોઈએ તે બ્રાન્ડ ઉપલબ્ધ ન હોવાથી ગ્રાહકોને ગમે તે કંપનીનું દારૂ દુકાનદારો વેચી રહ્યા છે. ચૂંટણીને લઈ પ્રશાસને સંચાલકોને ટ્રાન્જેક્શન પરમિશન ન આપતા આ પરિસ્થિતિ સર્જાઇ છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં દરેક બાર અને રેસ્ટોરન્ટ તેમજ વાઈન શોપ પર દારૂ અને બિયરની અછત દેખાઈ રહી છે. ચૂંટણીને ધ્યાને લઈ પ્રશાસને સંચાલકોને ટ્રાન્જેક્શન પરમિશન ન આપતા તેઓ સરકારી વાઈન શોપથી દારૂ મેળવી શકતા નથી. આ દરમિયાન હવે ગ્રાહકોને જોઈએ તે બ્રાન્ડ મળી રહ્યા નથી. ઘણી જગ્યાએ તો વાઇન શોપ બંધ કરી દેવામાં આવ્યા છે. તો અમુક બાર પાસે પણ દારૂ-બિયર ન હોવાથી તે બંધ અવસ્થામાં જ છે. પ્રશાસન સ્ટોક આપે ત્યારબાદથી જ દુકાનદારો પાસે જથ્થામાં માલ આવશે અને ગ્રાહકોને મળશે તેમ છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ