કલાબેનને ટિકીટ મળતા આ કર્યો નિર્ધાર !

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા સીટ માટે ભાજપે આ વખતે શિવસેના સીટીંગ સાંસદ કલાબેન ડેલકરને ભાજપમાંથી ટીકીટ આપી છે. ભાજપમાંથી ટીકીટ મળતા કલાબેન ડેલકરે નરેન્દ્ર મોદી અને અમિતશાહ નો આભાર માની આ લોકસભા ચૂંટણી 2024માં દાદરા નગર હવેલીની સીટ નરેન્દ્ર મોદીને અર્પણ કરવાનો નીર્ધાર વ્યકત કર્યો હતો.

દાદરા નગર હવેલીમાં ભાજપે આ વખતની ચૂંટણીમાં શિવસેના ઉમેદવારને ભાજપમાંથી ટીકીટ આપી નવો દાવ ખેલ્યો છે. ગત 2021માં પેટા લોકસભા ચૂંટણી માં ભારે બહુમત સાથે શિવસેનાના સિમ્બોલ પરથી જીતેલા કલાબેન ડેલકરને ભાજપમાં સામેલ કરી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ભાજપે કલાબેન ડેલકરના નામની જાહેરાત કરતા જ ભાજપ કાર્યકરો માં આશ્ચર્ય ફેલાયું છે. કલાબેનને ભાજપે ટીકીટ આપતા તેમના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતાં. જેઓએ કલાબેન ડેલકરના જયકારા લગાવ્યા હતાં. કાર્યકરોએ સીટીંગ શિવસેના સાંસદ અને હવે ભાજપ પક્ષમાં સામેલ થતા અભિનંદન પાઠવ્યા હતાં.

ભાજપ તરફથી લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવાર માટે કલાબેન ડેલકરનું નામ ભાજપના કેન્દ્રીય મંડળે જાહેર કરતા કલાબેન નરેન્દ્ર મોદીનો, જે. પી. નડડા નો અને અમિત શાહ નો આભાર માન્યો હતો. દાદરા નગર હવેલીની સીટ નરેન્દ્ર મોદીને અર્પણ કરવાનો નીર્ધાર વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શિવસેના તરફથી ચૂંટણી લડેલા કલાબેન ડેલકર થોડા સમય પહેલા નરેન્દ્ર મોદીને મળ્યા હતા ત્યારે અને તે બાદ અમિત શાહની દાદરા નગર હવેલીની મુલાકાત દરમ્યાન લીધેલ શુભેચ્છા મુલાકાત બાદ તેઓ ભાજપ માં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું જે આખરે ખરી સાબિત થઈ છે.

દાદરાનગર હવેલીથી આલમ શેખનો રિપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *