સંઘપ્રદેશ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દેશભક્તિ સભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયાના ભાગરૂપે શનિવારે દમણ નગર પાલિકા દ્વારા તિરંગા રેલી યોજવામાં આવી હતી.
આ રેલીમાં પાલિકાના ચીફ ઓફિસર સંજામ સિંઘ, પાલિકાના પ્રમુખ અસ્પી દમણિયા, અને કાઉન્સિલર સહિતના પાલિકાના કર્મચારીઓએ ભાગ લીધો હતો. 104 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે રેલી દમણના વિવિધ વિસ્તારોમાં પ્રસરાવી હતી.રેલી બાદ, નાની દમણના દરિયા કિનારે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાવેતર અભિયાન અને સફાઈ અભિયાનનો સમાવેશ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં નગરપાલિકા અને પર્યટન વિભાગના કર્મચારીઓએ પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાની મહત્તાને ઉજાગર કરી હતી. આ કાર્યક્રમ દ્વારા દમણ નગરપાલિકા અને પર્યટન વિભાગના કર્મચારીઓએ દેશભક્તિની ભાવનાને આગળ વધારી અને શહેરને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લીધેલી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ