વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન બાદ સમગ્ર દેશમાં ઠેરઠેર તિરંગા યાત્રાઓ યોજાઇ રહી છે.જેથી સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે જેને લઇ સ્કૂલ કોલેજોથી લઇને વિવિધ કાર્યકર્તાઓથી લઇને નેતાઓ પણ આ યાત્રામાં જોડાઇ ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે આજરોજ બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાલાસિનોર શહેરના અંબામાતાના મંદિરેથી આ યાત્રાની શરુઆત કરી શહેરના વિવિધ માર્ગો પર જઇને કરુણાનિકેતન હાઈસ્કૂલ સુધી આ યાત્રા લઇ જવામાં આવી હતી. વિદ્યાર્થીઓના મુખેથી દેશભક્તિના નારા બોલાતા સમગ્ર શહેર દેશ ભક્તિના રંગે રંગાઇ ગયું હતું.જેથી વિવિધ માર્ગો પર આવતી દુકાનો અને મુસાફરોના હ્યદયમાં પણ દેશભાવના ઉભી કરી દેતાં તેઓ પણ દેશ ભક્તિના નારા બોલવા લાગ્યાં હતાં.આ તિરંગા યાત્રામાં કોલેજના આચાર્ય ડૉ.ડી.પી.માછી. NSS પ્રોગ્રામ ઓફીસર ડૉ.દિલીપ ઓડ. પ્રો.સેજલ ગામિત કોલેજનો સ્ટાફગણ 300થી વધુ વિદ્યાર્થીઓ અને બાલાસિનોર શહેરના પોલીસ જવાનોની સાથે હોમગાર્ડ સ્ટાફના ભાઇઓ અને બહેનો પણ આ યાત્રામાં જોડાયા હતાં
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ