પ્રધાન મંત્રીએ આપેલા આહવાન બાદ સમગ્ર દેશમાં ઠેરઠેર તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહી છે, સમગ્ર દેશમાં અનેરો દેશભક્તિનો માહોલ છવાયો છે, જેને પગલે આજે દમણ ભાજપ દ્વારા પણ ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી,જેમાં સૌપ્રથમ તિરંગા યાત્રામાં ઉપસ્થિત તમામ રાજકીય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મશાલ ચોકથી મોટી સંખ્યામાં હાથમાં તિરંગા સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જે તીન બત્તી થઈને ટેક્ષી બસ સ્ટેન્ડ સુધી પહોંચી હતી, અને ત્યાંથી નાની દમણ બસ સ્ટેન્ડ ખાતે પહોંચીને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. હૃદયમાં દેશભક્તિનો ઉમંગ પૂરતા ગીતો અને જોશીલા નારાઓ સાથે નીકળેલી આ વિશાળ તિરંગા યાત્રામાં દમણ ભાજપના અગ્રણીઓ, ભાજપ કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં દમણની જાહેર જનતાં ઉપસ્થિત રહી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ