વાપી નજીક આવેલ કોચરવા ગામના 180 વર્ષ જૂના શિવ મંદિરનું ત્રિદિવસીય જીર્ણોદ્ધાર અને પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.

વાપી નજીક આવેલ કોચરવા ગામમાં 180 વર્ષ જૂનું ભગવાન શિવનું મંદિર આવેલું છે. આ મંદિર જર્જરીત હાલતમાં હોય શિવાલયના જીર્ણોદ્ધાર નો ગ્રામજનોએ સંકલ્પ લીધો હતો. જય ભવાની માં સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમાં બનતો સહકાર આપવા પ્રયાસ હાથ ધરાયા હતા. શિવાલયના જીર્ણોદ્ધાર સાથે તુલજા ભવાની માતા, હિંગળાજ માતા, ગણેશજી, હનુમાનજી તથા બ્રહ્મદેવની પ્રતિમાનું પણ સ્થાપન કરવાનો નિર્ધાર કર્યો હતો.

25મી માર્ચે થી 27 માર્ચ એમ ત્રિદિવસીય શિવાલયના જીર્ણોદ્ધાર અને પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 25મી માર્ચે પ્રથમ દિવસે દેવી-દેવતાઓની પ્રતિમાઓ સાથેની વિશાળ નગરયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે નીકળેલી આ નગરયાત્રામાં ગ્રામજનો અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બહેનોએ માથે કળશ લઇ આ શોભા યાત્રામાં અભિવૃદ્ધિ કરી હતી. આ નગરયાત્રા બાદ આગામી દિવસોમાં દેહ શુદ્ધિકર્મ, યજ્ઞ, મહાપ્રસાદ જેવા પણ આયોજનો કરવામાં આવ્યા છે ત્રિદિવસીય મહોત્સવમાં 27મી માર્ચે તમામ દેવી દેવતાઓની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ આયોજનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમળકાથી એક જોડાઈ રહ્યા છે.

વાપી થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *