
ઉમરગામ જીઆઇડીસી ઔદ્યોગિક વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન દિવસેને દિવસે વધી રહ્યું છે. મહારાષ્ટ્રના પાલઘર જીલ્લાથી દરરોજ હજારો વાહનો ઉમરગામમાં પ્રવેશે છે, પરંતુ મોટાભાગનાં વાહનચાલકો નિયમોની અવગણના કરતા જોવા મળે છે.
ઉમરગામ ઔદ્યોગિક વિસ્તાર ટ્રાફિક માટે મહત્વપૂર્ણ છે, અહીં રોજ બે થી પાંચ હજાર જેટલાં વાહનો આવાગમન કરે છે. પરંતુ મોટાભાગનાં વાહનચાલકો હેલ્મેટ, સીટ બેલ્ટ, સ્પીડ મર્યાદા અને અન્ય ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી. આરટીઓ અને પોલીસનું વાહન ચેકીંગ અભિયાન ચાલુ કરવામાં આવે તો દંડની રકમમાં ઉછાળો આવી શકે, અને ચોરીના વાહનો પણ પકડાઈ શકે.

“અહીં દિવસ દરમિયાન ટ્રાફિક ખૂબ જ વધુ રહે છે, અને અનેક વાહનચાલકો નિયમોનું પાલન કરતા નથી. જો પોલીસ દ્વારા નિયમિત ચેકિંગ થાય તો અકસ્માત પણ ઓછા થઈ શકે.”
સ્થાનિકોનું કહેવું છે કે ઉમરગામ જીઆઇડીસી વિસ્તાર ખાતે ટ્રાફિક નિયમોનો સખત અમલ કરવો જરૂરી છે, જેથી અકસ્માતો અટકાવી શકાય અને ટ્રાફિક વ્યવસ્થિત થઈ શકે.
ઉમરગામ જીઆઇડીસીમાં નિયમ વગર દોડતા વાહનો, વાહન ચેકિંગ અભિયાન જરૂરી!
વાપી થી આલમ શેખ..