દિવસેને દિવસે ગૌવંશની ઉઠાંતરીના કિસ્સા સામે આવે છે તેવી જ રીતે વધુ એક કિસ્સો વાપીના ગુંજન વિસ્તારનો સામે આવ્યો છે.વહેલી સવારે કેટલાંક તસ્કરો જાણે પૂરી તૈયારી સાથે આવ્યા હોય તેવી રીતે જ પૂરા સજી ધજીને વહેલી સવારે સમય સુચકતાં દાખવી એક ગાયને કેફી પદાર્થ પીવડાવી કે ઇન્જેક્શન આપી ગાડીમાં બળજબરી પૂર્વક બેસાડી ફરાર થઇ ગયાં હતાં.
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ગુંજન વિસ્તારથી એક ગૌવંશની ઉઠાંતરી કરતાં કેટલાંક તસ્કરો સીસીટીવી ફૂટેજની નજરે ચડતાં જોવા મળ્યાં છે. વહેલી સવારે 05 વાગ્યાના સમયે લોકો મોર્નિંગ વોક કરવા માટે રસ્તે આવતાં હોય છે,ત્યારે કેટલાંક તસ્કરો પોતાની ગાડી લઇ ગાયોની ઉઠાંતરી કરવા આવી પહોચ્યાં હતાં. ત્યારે ગુંજન વિસ્તારના રોડ પર વહેલી સવારે એક ગાય ઉભી રહેલી જોઇ કેટલાક તસ્કરો આજુબાજુ નજર ફેરવી સમય સુચકતાં ગાયને કેફી પદાર્થ કે ઇન્જેક્શન આપી બેહોસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ ગાયને તેની અસર ઓછી માત્રામાં થતાં ગાડીમાં બેસતી ન હતી. જેથી તસ્કરોએ ગાયને બળજબરી પૂર્વક પકડી તેને ગાડીમાં ધકેલી લઇ જવાનો પ્રયાસ કરી નાસીપાક થયા હતાં.જેમાં એક વ્યક્તિ મોર્નિંગ વોક કરવા આવ્યો હતો. પરંતુ તેમનું ધ્યાન આ બનાવ પર ન પડતાં તેઓ કંઇપણ કહ્યાં વિના રસ્તે આવતાં સી.સી.ટીવી ફૂટેજમાં જોવા મળ્યાં હતાં.ગુંજન વિસ્તારમાં 24 કલાક લોકોની અવર જવર ચાલુ હોય છે,અને પોલીસ પણ પેટ્રોલિંગ કરવા અહિંયાથી પસાર થતી હોય છે.એવા વિસ્તારથી તસ્કરો પોતાની નિડર અને કાનુની વ્યવસ્થાને કમજોર બતાવી રહ્યાં છે. એવું જણાવી રહ્યાં છે.જેથી સી.સી.ટીવના ફૂટેજ જોઇ વાપી વિસ્તારના ગૌપ્રેમીઓમાં ભારે હતાશા અને નારાજગી છવાઇ હતી.જેના પગલે પોલિસ આવા ગૌ તસ્કરોને જલ્દીથી પકડી તેમના ઉપર કાયદાકીય પગલા લેવાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.