મહિલા ગાયને બચાવવાં જતાં તેને પણ વીજ કરંટનો આંચકો લાગતા પાછી પડી
આજરોજ સંઘપ્રદેશ દમણનાં ભીમપોર ક્વોરી તરફ જતા રસ્તા પરથી પસાર થતી અંડર ગ્રાઉન્ડ વીજ પ્રવાહની લાઇનમાંથી વીજ કરંટ લીકેજ થવા પામ્યો હતો. જેના કારણે આ વિસ્તારમાંથી એક ગાય પસાર થઈ રહી હતી, તેને જોરદાર કરંટ લાગતા ગાય જમીન પર પગ ઘસતી થઇ ગઇ હતી.આ જોઇને ગાયને કરંટ લાગ્યો હોવાનું સુનિતાબેનને જણાતા તેઓએ ગાયને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને પણ કરંટનો ઝાટકો લાગતા તેઓ પાછળ હટી ગયા હતા.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-23-at-8.32.49-AM-1024x768.jpeg)
અંડર ગ્રાઉન્ડ વીજ કરંટથી તરફડિયા મારતી ગાયનું થોડા સમય બાદ મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ દમણ ગૌરક્ષા મંચના સદસ્યોને થતાં તેઓ બનાવ સ્થળે આવી ગાયને ક્રેનની મદદથી ટેમ્પોમાં દફનવિધિએ લઈ જવામાં આવી હતી. ત્યારે ગાયની જગ્યાએ કોઈ માણસ અથવા તો નાનું બાળક કરંટની ઝપેટમાં આવી ગયું હોત તો મોટી દુર્ઘટના સર્જાવવાની ચર્ચાઓ લોકમુખે સેવાઇ રહી હતી. ત્યારે દમણ ટોરેન્ટ પાવર તાત્કાલિક લીકેજ થયેલા વીજ કરંટની લાઈનને બંધ કરી તેનું જરૂરી રીપેરીંગ કાર્ય કરે અને આ વિસ્તારની સાથે દમણના વિવિધ વિસ્તારની અંદર અંડર ગ્રાઉન્ડ લાઈનનું ચેકીંગ કાર્ય હાથ ધરી તેને રિપેર કરી તેવી માંગ દમણ ગૌરક્ષા મંચના સદસ્યો કરી રહ્યા છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ