ગોધરા-શ્રી સ્વામીનારાયણ ઈન્ટરનેશન ટેક્નો સ્કુલ ખાતે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા તાલીમનું આયોજન કરાયું

ગોધરા ખાતે આવેલી શ્રી સ્વામીનારાયણ ઈન્ટરનેશન ટેક્નો સ્કુલ ખાતે આપદા મિત્રો માટે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પંચમહાલ દ્વારા એક તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તેમને કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સામે બચાવકાર્યની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં પંચમહાલ જિલ્લા ખાતેના આપદા મિત્રો તેમજ ટેકનો સ્કૂલના સ્ટાફે ભાગ લીધો હતો. જેમાં આગ, પૂર,અને અન્ય કુદરતી આપત્તિઓ સમયે બચાવનું કાર્ય તેમજ અગ્નિશમનનું કાર્ય કેવી રીતે કરવુ તેમજ નાગરિકોના જાન અને મિલકતનું રક્ષણ કરતા શીખવાડવામાં આવ્યું હતું.

ગ્રામીણ વિસ્તારમાં આ આપદા મિત્રો પ્રથમ સહાયક તરીકે ખૂબ ઝડપી સહાયતા કરી રહ્યા છે. આ તાલીમ SDRF ગાંધીનગરની ટીમ, ગોધરા ફાયર ટીમ,108 પંચમહાલ ટીમ,તેમજ MDMRTA/IHRDCના એક્સપર્ટ ટીમ દ્વારા તથા DSDMA પંચમહાલના DPOના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવી હતી. જેથી આ તાલીમ દરમિયાન ડિઝાસ્ટર મામલતદાર, પંચમહાલ અને સ્કૂલના મેનેજમેન્ટ સ્ટાફની ઉપસ્થિતિમાં તાલીમ પૂર્ણ કરાઈ હતી.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 4.7 / 5. Vote count: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *