ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં શહેર વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવી રહ્યાં છે. નગરપાલિકા પ્રમુખ મનિષ રાય અને કારોબારી અધ્યક્ષ અંકુશ કામળીના નેતૃત્વમાં શહેરમાં હરણફાળ પ્રગતિ જોવાઈ રહી છે.
વિશેષ કરીને નગરપાલિકા વિસ્તારમાં નવા રસ્તાઓના નિર્માણ અને સુધારણા કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યાં છે. અગાઉથી ખરાબ અવસ્થામાં રહેલા રસ્તાઓને નવીન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં હર્ષની લાગણી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, તાજેતરમાં શરૂ કરાયેલા માર્ગ સુધારણા કામોના કારણે તેઓને અવરજવર માટે મોટી સુવિધા મળશે. વહિવટી તંત્ર દ્વારા પણ ખાતરી આપવામાં આવી છે કે માર્ગો સાથે સંબંધિત અન્ય પ્રોજેક્ટ્સ પણ વહેલી તકે પૂરાં કરવામાં આવશે.
ઉમરગામ નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે ચાલી રહેલા પ્રયાસો શહેરની પ્રગતિ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યાં છે. નગરજનો પણ આ વિકાસ કાર્યો અંગે આનંદ વ્યક્ત કરી રહ્યા છે.