ઉમરગામ નગરપાલિકા વિસ્તારનાં રમણિય સમુદ્રકિનારે અસંખ્ય પ્રવાસીઓ ફરવા આવતાં હોય છે, જે જીલ્લા અને જીલ્લા બહારનાં પ્રદેશોમાંથી આવે છે. નગરપાલિકા અને અન્ય સંસ્થાઓ દ્વારા આ સમુદ્રકિનારાના વિકાસ માટે સારો એવો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ વિસ્તારની દેખરેખ અને સફાઈની બાબતે નગરપાલિકા નજરઅંદાજ કરતી જોવા મળતા ગંદકી ઉકરડા અને કચરાના ઢગલા બનાવવા નંબર વન બની ઉમરગામ નગરપાલિકા.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/08/IMG-20240821-WA0021-1024x576.jpg)
ઉમરગામના સુંદર કિનારામાં જ્યાં જુઓ ત્યાં ગંદકી, ઉકરડા અને કચરાનો ઢગલો જોવા મળે છે, જેનો પ્રવાસીઓમાં નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. આ વિસ્તારોમાં વૃક્ષારોપણ પણ થયેલું છે, પણ તે વૃક્ષોને યોગ્ય જાળવણી ન મળવાને કારણે હવે તે વૃક્ષો કુંવળાઈ ગયા છે. પ્રવાસીઓમાં ચર્ચા છે કે, વિકાસ માટે થતો ખર્ચ જો યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય, તો આ કિનારા પર સ્વચ્છતા અને હરિયાળી બનાવી શકાય, અને તે પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બની રહે તેમ છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ