ઉમરગામ પોક્સો કેસ: 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદ, 6.50 લાખનો દંડ

વલસાડ જિલ્લાના ઉમરગામમાં 3 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પોક્સો એક્ટ હેઠળ દોષી ઠેરવાયેલ ગુલામ મુસ્તુફા મહમદ સમીમ ખલીફાને વલસાડની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ ટી.વી. આહુજાએ આજીવન કેદની સજા ફટકારી છે. સાથે સાથે 6.50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો. 27 ઓગષ્ટે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન, જ્યારે લોકો ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યારે આરોપીએ બાળકી સાથે અડપલાં કર્યા હતા. જો કે, પોલીસની ત્વરિત કાર્યવાહી બાદ આરોપીને પાલઘર રેલવે સ્ટેશનથી ઝડપી લેવામાં આવ્યો હતો.

વલસાડ SP ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ DySP બી.એન. દવેની આગેવાનીમાં SIT ટીમ બનાવવામાં આવી હતી. માત્ર 9 દિવસમાં 470 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી. ખાસ તાત્કાલિક કોર્ટમાં 82 દિવસ સુધી ચાલેલા કેસ બાદ સ્પેશિયલ જજે આરોપીને આજીવન કેદની સજા ફટકારી.

આરોપીને 50,000 રૂપિયાનો દંડ, નહીં ભરે તો વધુ એક વર્ષની કેદ

પીડિત બાળકી માટે 6 લાખ રૂપિયાની વળતરની રકમ

DGP અનિલ ત્રિપાઠી: “આ કેસમાં ટકીટ, મેડિકલ, ફોરેન્સિક અને સાક્ષી પુરાવાઓ દ્રઢ હતા, જે આરોપીની સજામાં મહત્ત્વપૂર્ણ સાબિત થયા.”

“વલસાડ પોલીસની ઝડપભરી તપાસ અને SITની મહેનત પ્રસંશનીય છે.”

આ ઘટનામાં ઝડપી અને ઉદારહણરૂપ ન્યાય મળતા પીડિત પરિવાર અને સ્થાનિક લોકોએ વલસાડ પોલીસ અને ન્યાયતંત્રની પ્રશંસા કરી છે.

વલસાડ થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *