સંઘપ્રદેશ ભારતીય જનતા પાર્ટીના દમણ સ્થિત કાર્યાલય ખાતે મંગળવારે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપદ નાયક (વિદ્યુત નવિનિકરણ અને ઉર્જા મંત્રી) એ કેન્દ્રીય બજેટ ઉપર પત્રકારો સાથે ચર્ચા કરી હતી.પ્રેસવાર્તામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ, મીડિયા કન્વિનર અને બજેટ સંબંધી સમિતિના અધ્યક્ષ મજીદ લાધાણી ઉપસ્થિત હતા.
ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલે બજેટમાં સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવને મળેલા ફંડ વિશે માહિતી આપી હતી.બજેટમાં જે રક્મ ફાળવવામાં આવી છે એનાથી પ્રદેશ બેવડી ગતિથી વિકાસ કરશે.તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપદ નાયકે કહ્યું કે,ગોવાથી છઠ્ઠી વખત સાંસદ તરીકે ચૂંટાયો છું.વર્ષ 2024-25ના બજેટ ઉપર પ્રકાશ પાડતા કહ્યું કે, આ બજેટ ગામ,ગરીબ,ખેડૂત,કામદાર,આદિવાસી અને ઉદ્યોગકારો અને વેપારીને ધ્યાનમાં રાખી રજૂ કરાયું છે. ભારત વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા બની છે,આવનારા બે ત્રણ વર્ષમાં ત્રીજા ક્રમાંકે પહોંચી જઈશું.વૈશ્વિક વેપારી આજે ભારતની તોફાની રોકાણ માટે તમારી રૂખ કરી રહી છે. મંત્રીએ બજેટ સંબંધિત વિવિધ ચર્ચા પર વિશ્લેષિત કરીને તમામ વાત રાખી હતી.ત્યારબાદ દમણમાં તેમણે ઉદ્યોગોના પ્રતિનિધિ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે બજેટ અંગે ચર્ચા કરીને તેમની સમસ્યા જાણી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ