કચ્છમાં જળસંચય કાર્યક્રમ અંતર્ગત ભુગર્ભજળ ઉંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ આજરોજ સુમરાસર(શેખ) ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય કાર્યક્રમ અંતર્ગત બનેલા રિચાર્જ બોરની મુલાકાત લઇને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/09/IMG-20240914-WA0029-1024x682.jpg)
આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા જન ભાગીદારીથી જિલ્લાભરમાં બનાવાતા જળ રિચાર્જ બોરની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી.આ પ્રસંગે જળશક્તિ મંત્રીએ રિચાર્જ બોર બનાવનાર પાંચ ખેડૂતોનું સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જળશક્તિ મંત્રીએ કચ્છમાં જળસંચય કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભજળ ઉંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવ્યા હતા.આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાની સાથે અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભુજ કચ્છથી રોહિત પઢીયારનો રીપોર્ટ