વાપી: વલસાડ જિલ્લાના વાપી અને આસપાસના વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. આથી વાપીના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે. વાપીના ગીતાનગર, સ્ટેશન રોડ, અને અંડરપાસ જેવા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
બપોરે પડેલા ભારે વરસાદે વાપીમાં પાણી ભરાવા લાગ્યા, જેના કારણે વાહનવ્યવહારમાં અવરોધો સર્જાયા છે.કેટલીક જગ્યાએ લોકોને ઘરમાંથી બહાર નીકળવા મુશ્કેલ બન્યું છે. અતિરિક્ત પાણી નિકાલ માટે નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી સર્જાઇ છે.વરસાદી માહોલના કારણે લોકોની રોજિંદી જિંદગી પર અસર પડી છે અને હવે સ્થાનિક પ્રશાસન દ્વારા પાણી નિકાલના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.વલસાડના વાપી વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ સજીવ થાય તેવો અનુભવ થયો છે અને સાવચેતીના પગલાં લેવા માટે વાપીવાસીઓને સૂચના આપવામાં આવી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ