વલસાડ LCBએ વાપીમાંથી એક યુવકને દાગીના – રોકડ રકમ લઇને જતા ઝડપી પાડયો

બેંગ્લોરની જવેલરી શોપમાંથી ચોરી કરેલા 18.59 લાખના દાગીના-રોકડા લઈ રાજસ્થાન જતો યુવક જતો હતો

બેંગ્લોરની ડીવેટ જવેલરી શોપમાં સોના- ચાંદીના દાગીના, રોકડાની ચોરી કરી તે પૈસા વતન રાજસ્થાન લઈ ને જતા એકને વલસાડ LCBએ વાપીમાં વૈશાલી બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ કૌશલ ધર્મેન્દ્રસીંગ રાવત નામના યુવક પાસેથી પોલીસે 14,79,706 રૂપિયાના 205.170 ગ્રામ સોનાના દાગીના, 9760 રૂપિયાના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા 3,64,540/- મળી કુલ 18,59,006/- રૂપિયાનો મુદ્દામાલ ઝપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

LCBએ આપેલી વિગતો મુજબ 14/06/2024ના બેગ્લોર શહેર, સીટી માર્કેટ પો.સ્ટે. હદ વિસ્તારમાં આવેલ ડીવેટ જવેલરી શોપમાંથી 2.5 કિ.ગ્રા. ના સોનાના ઘરેણા તથા 9 કિ.ગ્રા.ના યાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયા બત્રીસ લાખ વિગેરે મળી કુલ કિ.રૂ. 1,70,00,000/- ચોરીનો બનાવ બન્યો હતો. જે ચોરી કરનાર હિમ્મતસીંગ કિશનસીંગ રાવતે ચોરી કરેલ સોના ચાંદીના દાગીનાઓ તથા રોકડા રૂપિયા પૈકીના 18,59,006 રૂપિયાના દાગીના-રોકડા કૌશલ ધર્મેન્દ્રસીંગ રાવતને આપેલ હતા અને પોતાના ગામ ખાતે લઇ જવા જણાવ્યું હતું. જે દરમ્યાન વલસાડ LCB એ વાપી વૈશાલી બ્રિજ નીચેથી ઝડપી પાડ્યો હતો.જેના કબ્જામાંથી સોના-ચાંદીના દાગીના ઉપરાંત 3.64 લાખ રૂપિયા રોકડા મળી કુલ 18.54 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. તે આરોપીની વધુ પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, પોતાના ઓળખીતા હિમ્મતસીંગ કિશનસીંગ રાવતે છ એક દિવસ પહેલા બેંગ્લોર શહેર અયોધ્યા હોટલની પાસેની ડીવેટ જવેલરી શોપમાં ચોરી કરી હતી. જે સોના ચાંદીના દાગીનાઓ તથા રોકડા રૂપિયા તેને આપ્યા હતા અને પોતાના ગામ ખાતે લઇ જવા જણાવ્યું હતું. હાલ વલસાડ LCB એ કૌશલ ધર્મેન્દ્રસીંગ રાવતની ધરપકડ કરી ટાઉન પોલીસના હવાલે કર્યો છે. આમ વાપી LCB અને ટાઉન પોલીસની સતર્કતાથી બેંગલોરની ડીવેટ જવેલરી શોપમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.ઉલ્લેખનીય છે કે, વલસાડ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા (IPS)ની સુચના અને વાપીના નાયબ પોલીસ અધિક્ષક બી.એન.દવેના માર્ગદર્શન મુજબ LCB PI ઉત્સવ બારોટ તથા વાપી ટાઉન PI કે. જે. રાઠોડની રાહબરી હેઠળ PSI જે. એન. સોલંકી, PSI જે. જી. વસાવા તથા LCB અને ટાઉન પોલીસની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન બાતમી આધારે વાપી વૈશાલી ઓવરબ્રિજ નીચેના સર્વીસ રોડ પરથી આરોપી કૌશલ ધર્મેન્દ્રસીંગ રાવતને પકડી પાડી બેંગલોરની જવેલરી શોપમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *