વલસાડ LCBની ટીમ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કાર ને બગવાડા ટોલ નાકા પાસે શંકાસ્પદ રીતે મુવમેન્ટ કરતી હોવાની બાતમી મળી હતી. વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે શંકાસ્પદ કારને અટકાવી તેમાં બેસેલા ઇસમોને ચેક કરતા ધાડ અને લૂંટના ગુનામાં ઉપયોગમાં આવતા સાધનો આરોપીઓ પાસેથી મળી આવ્યા હતા. વધુ પૂછપરછ કરતા 6 આરોપીઓએ આંતર રાજ્ય વિસ્તારમાં અલગ અલગ જિલ્લાઓમાં લૂંટ, ઘરફોડ ચોરી ધાડ જેવા ગંભીર ગુનાઓના સંડોવણી હોવાનું જણાવ્યું હતું. વલસાડ LCBની ટીમે આંતર રાજ્ય વિસ્તારમાં ઘરફોડ, ધાડ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચરતી ગેંગના 6 આરોપીઓ કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાએ જિલ્લા LCBની ટીમને જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે સૂચનાના આધારે વલસાડ LCB PI ઉત્સવ બારોટના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં LCBની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન મળેલી બાતમીના આધારે એક કાર નંબર RJ-36-CB-2537 શંકાસ્પદ રીતે બગાડા ટોલનાકા પાસે વિવિધ વિસ્તારોમાં મુવમેન્ટ કરી રહ્યું હોવાને બાતમી વલસાડ LCBની ટીમને મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ LCBની ટીમે તાત્કાલિક બગવાડા ટોલનાકા પાસે પહોંચી શંકાસ્પદ કારની શોધખોળ હાથ કરી હતી. જે દરમ્યાન વલસાડ LCBની ટીમને શંકાસ્પદ કાર મળી આવતા કારમાં બેસેલા કુલ 6 ઇસમોની પ્રાથમિક પૂછપરછ એને કારમાં ચેકિંગ કર્યું હતું.
વલસાડ LCBની ટીમના ચેકિંગમાં કારમાંથી ધાડ, લુટ અને ઘરફોળ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં ઉપયોગમાં આવતા હથિયારો મળી આવ્યા હતા. વલસાડ LCBની ટીમે શંકાસ્પદ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીઓ આંતર રાજ્ય ધાડ, લૂંટ અને ઘરફોડ ચોરી આચરતી ગેંગના સભ્યો હોવાનું જણાવ્યું હતું. આરોપીઓએ વલસાડ જિલ્લાના સીટી પોલીસ મથક હદ વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક વિસ્તારમાં ધાડ પાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી. સાથે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં ધાડ, લૂંટ અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓ આચાર્ય હોવાનો કબુલાત કરી હતી. વલસાડ LCBની ટીમે 6 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પારડી પોલીસ મથકે લૂંટ અને ધાડનો પ્રયાસની ફરિયાદ નોંધી આગળની તપાસ પારડી પોલીસને સોંપી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ