વલસાડ પોલીસે નકલી ડોક્યુમેન્ટ્સની બનાવટ કરતી ટોળકીનો પર્દાફાસ કર્યો

વલસાડમાં જન્મપ્રમાણપત્રો,આધારકાર્ડ,પાનકાર્ડ તથા ઇલેક્શન કાર્ડ જેવા અતિ મહત્વના દસ્તાવેજોને શ્રીરામ સ્ટુડિયોમાં માત્ર 600 રુપિયામાં કોઇપણ ડોક્યુમેન્ટ્સ બનાવવાનું કારસ્તાન સામે આવ્યું છે.ડમી કારસ્તાનને રંગેહાથે ઝડપી પાડવા પોલીસે ડમી ગ્રાહક ઉભો કરી બે નંબરનો ધંધો ચલાવતી ટુકડીનો પર્દાફાસ કરી ત્રણેય આરોપીને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે કામગીરી કરવા એસ.પી ડો. કરનરાજ વાઘેલાની સુચના અને એસઓજી પીઆઇ એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.બી.પરમાર તેમની ટીમ સાથે વલસાડ જિલ્લાના વાપી ચણોદ ગામે આવેલ શ્રીરામ સ્ટુડીયોમાં એક ડમી ગ્રાહક મોકલાવીને નકલી આધાર કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ,જન્મપ્રમાણપત્રો સહિત અન્ય ડોક્યુમેન્ટ બનાવવાનું કૌંભાડ ઝડપી પાડ્યું હતું.. દમણની કેનેરા બેંકમાં આધાર કાર્ડનું કામ કરતા અબ્દુલા મોહમદ સમીમ ખાન રહે.સાઇ આસ્થા બિલ્ડિંગ, કરવડ નોકરી પતાવ્યા બાદ સ્ટુડિયો ઉપર આવીને બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપવામાં મદદ કરતો હતો.
સ્ટુડિયોનો માલિક આરોપી મનીષ રામલાલ સેન રહે. 204, પાર્થ બિલ્ડિંગ ચણોદ કોલોની-વાપી, અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન અને કાલંદીચરણ રમેશચંદ્ર સામલ રહે.શિવમ પેલેસ, રમઝાન છરવાડાને પકડી પોલીસે કાયદેસરની ધરપકડ કરી છે. ત્રણેય આરોપી કમ્પ્યુટર અને અલગ અલગ ઇલેક્ટ્રીક સાધનોથી આર્થિક લાભ માટે જરૂરિયાતમંદ લોકો પાસે એક દસ્તાવેજના 600 રૂપિયા લઇને આધારકાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ઇલેક્શન કાર્ડ તથા પાનકાર્ડ નવા બનાવી આપતા હતા. આ ઉપરાંત ઓરિજનલ દસ્તાવેજમાં કોઇ ભુલ હોય તો એ પણ સુધારી આપતા હતા..800થી વધુ પ્રિન્ટ વિનાના કાર્ડ મળ્યા પોલીસે સ્ટુડિયોમાં છાપો મારીને કરેલી કાર્યવાહીમાં અનેક પ્રિન્ટ વિના દસ્તાવેજ મળ્યા હતા. ખાસ કરીને 800થી વધુ પ્રિન્ટ વિનાના સ્માર્ટ આધાર કાર્ડનો જથ્થો પણ મળ્યો હતો. પકડાયેલા ત્રણેય આરોપી કોઇપણ ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવા માટે ગ્રાહક દીઠ રૂ. 600 લેતા હતા. આ ગુનાહિત પ્રવૃત્તિ છેલ્લા ચાર વર્ષથી ચાલતી હતી. પોલીસે તેઓ પાસેથી જન્મ પ્રમાણપત્ર, 65 આધાર કાર્ડ, 1 ઇલેક્શન કાર્ડ, અલગ અલગ ઇલેક્ટ્રોનીક સાધનો અને 3 મોબાઇલ મળી કુલ 92,450નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *