ઉદવાડા સ્ટેશને ફરી વંદે ભારત ઢોર સાથે અથડાઇ

થ્રી લેયર બેરિયર છતા ઢોર ટ્રેક ઉપર પહોંચ્યાઅમદાવાદથી મુંબઇ તરફ જતી વંદે ભારત ટ્રેન બુધવારે સાંજે રાબેતા મુજબ વલસાડથી નીકળીને વાપી તરફ આવી રહી હતી ત્યારે ઉદવાડા સ્ટેશન નજીક રખડતાં ઢોર ટ્રેક ઉપર આવી જતા ટ્રેન ઢોર સાથે અથડાય હતી.

વંદેભારત ટ્રેન શરૂ થયા બાદ અમદવાદ મુંબઇ વચ્ચે છાસવારે રખડતાં ઢોર ટ્રેક ઉપર આવી જવાથી અકસ્માત થતા હતા. રેલવે વિભાગ દ્વારા રખડતાં ઢોરને ટ્રેક ઉપર આવતા રોકવા માટે અંદાજે 150 કરોડના ખર્ચે ટ્રેકની બંને તરફ થ્રી લેયર મેટલ ક્રેશ બેરિયર લગાવવામાં આવ્યા હતા. બેરિયર લગાવ્યા બાદ લાંબા સમયથી ઢોર સાથે ટ્રેન અકસ્માતના બનાવો ઉપર બ્રેક લાગી ગઇ હતી. જોકે, બુધવારે સાંજે કોઇક કારણોસર રખડતા ઢોર ટ્રેક ઉપર આવી ચઢ્યા હતા. અમદવાદથી મુંબઇ તરફ જતી વંદેભારત ટ્રેનની સાથે ઉદવાડા સ્ટેશન નજીક ઢોરનો અકસ્માત થયો હતો જેને લઇને થોડા સમય માટે ટ્રેનને થોભાવી દેવાની ફરજ પડી હતી. ટેકનીકલ સ્ટાફ દ્વારા એન્જીનનો સરવે કર્યા બાદ વંદે ભારત ટ્રેનને મુંબઇ તરફ રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વંદે ભારત ટ્રેન સાથે બે ઢોર અથડાતા ટ્રેનમાં બેસેલા મુસાફરોને આંચકાનો અનુભવ થયો હતો. ટ્રેનના પાયલોટે તાત્કાલિક ટ્રેન રોકીને જરૂરી તપાસ કરી હતી.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *