નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરેલ બજેટને વાપીના ઉદ્યોગકારોએ આવકાર્યું

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ (બજેટ 2024) રજૂ કર્યું હતું. નાણાપ્રધાન તરીકે આ તેમનું સાતમું બજેટ હતું. લોકોને આ બજેટથી ઘણી અપેક્ષાઓ હતી. જેમાં નાણાપ્રધાને કરેલી જાહેરાત તમામ વર્ગના લોકો માટે મહત્વપુર્ણ લાગી આવતાં,આ બજેટને વાપીના ઉદ્યોગકારોએ આવકાર્યું હતું.વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતિષ પટેલે બજેટને આવકાર આપતા જણાવ્યું હતું કે MSME સેકટર માટે આ બજેટમાં ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ખાસ પ્રોત્સાહન કસ્ટમ ડ્યુટી, સ્ટાઈપેન્ડ નવી રોજગાર નીતિ જેવી જાહેરાતો અગત્યની જાહેરાત છે. સોલાર રૂફટોપ લોન સહાય, SME માટેની જોગવાઈઓ ઉદ્યોગો માટે મહત્વની હોય આ બજેટને ઉદ્યોગ લક્ષી બજેટ ગણાવી આવકાર્યું હતું.

ઉદ્યોગપતિ કૌશિક પટેલે જણાવ્યું હતું કે બજેટમાં શહેરી વિકાસ, ગ્રામ્ય વિકાસની જાહેરાતો સાથે બજેટમાં ઇન્કમ ટેક્સમાં પણ વિશેષ જોગવાઈ કરી હોય આ બજેટને આવકારદાયક બજેટ ગણાવ્યું હતું. તો, FDI ઇન્વેસ્ટર, કોર્પોરેટ ટેક્સ બેનિફિટ ની જાહેરાત નવી રોજગારી, ઉદ્યોગોનું ઇન્વેસ્ટમેન્ટ વધારશે. તેવી તેવી આશા સેવી હતી. યુવાનો માટેની જાહેરાતને રોજગારીનું સર્જન કરતી જાહેરાત ગણાવી હતી.વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી અને ઉદ્યોગપતિ એવા કલ્પેશ વોરાએ જણાવ્યું હતું કે આ બજેટ દરમિયાન ખૂબ જ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ઉદ્યોગો માટે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જાહેરાત મહત્વની છે. ગેરંટી સ્કીમ, યુથ સ્કિલ, યુવાનો માટે ઇન્ટર્નશિપ, સ્ટાઈપેન્ડની જાહેરાત યુવાનો માટે મહત્વની પુરવાર થશે. સ્ટાર્ટઅપ માટે લોન સહાયની વૃદ્ધિ ટેક્સ નાબૂદી મહત્વનું પાસું બનશે.MSME સેક્ટર માટે ઘણું મહત્વનું આ બજેટમાં છે. જેનો લાભ મળશે. શેર બજારના લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટેનો ટેક્ષદર થોડો મૂંઝવણ ઊભી કરનારો છે. પરંતુ ઓવર ઓલ આ બજેટ ઉદ્યોગકાર માટે, ખેડૂતો માટે, નોકરીયાત માટે, વિદ્યાર્થીઓ માટે એમ તમામ માટે કંઈકને કંઈક વિશેષ આપતું બજેટ છે તેમ પણ કહી શકાય છે.

વાપીથી આલામ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *