પ્રમુખની બેઠક ઓબીસી, કુલ 11 સભ્યો ઓબીસી વાપી મહાનગરપાલિકાના અમલીકરણ પૂર્વે પાલિકાની બાકી અઢી વર્ષની ટર્મ માટે કલેકટરે વાપી પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 14 જૂને યોજવાની નોટિસ જારી કરી છે. જે મુજબ પાલિકા પ્રમુખ બેઠક ઓબીસી છે. પાલિકાના ચૂંટાયેલા 11 ઓબીસી સભ્યો છે. જેમાંથી ત્રણ સભ્યો ઓબીસી બેઠક પરથી ચૂંટાયેલા છે.બાકીના સભ્યો ઓબીસી સર્ટીફીકેટ ધરાવે છે. જેથી પ્રમુખપદ માટે હાલ ત્રણ નામો ચર્ચામાં છે.
વાપી પાલિકાના પ્રમુખ કાશ્મીરા હેમલ શાહ ઉપપ્રમુખ અભય નહાર, કારોબારી અધ્યક્ષ મિતેશ દેસાઈ સહિત શાસકોની પ્રથમ અઢી વર્ષની ટર્મ 15 જુને પૂર્ણ થશે. આ સાથે સરકાર દ્વારા વાપી પાલિકાને મહાનગર પાલિકાના દરજ્જાની પણ જાહેરાત કરી છે. જોકે, આ પ્રક્રિયાને હજુ વાર લાગશે. પરંતુ પાલિકાના શાસકોની બાકી રહેતી આગામી અઢી વર્ષની ટર્મ માટે વલસાડ કલેકટરે મંગળવારે વાપી પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે જાહેરાત કરી છે. કલેકટરની નોટિસમાં જણાવ્યું હતું કે 14 જુને સવારે 11:30 કલાકે પાલિકાના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સામાન્ય સભા યોજાશે.સભાની અધ્યક્ષતા નાયબ કલેકટર અને પારડી પ્રાંત અધિકારી સંભાળશે. નયનાબેન, ઇન્દુબેન પટેલ રેસમાં આગળ ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ વાપી પાલિકા પાસે કુલ 11 જેટલા ઓબીસી સભ્યો છે જે પૈકી માત્ર ત્રણ સભ્યો ઓબીસી બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. જેમાં વોર્ડ – 5 નયનાબેન કાંતિભાઈ પટેલ,વોર્ડ નં.10 ઇન્દુબેન જેન્તીભાઈ પટેલ અને વોર્ડ નંબર 11માંથી પંકજ પટેલના નામનો સમાવેશ થાય છે. બાકીના આઠ સભ્યો ઓબીસી બેઠક પરથી ચૂંટણી લડ્યા નથી પરંતુ પ્રમુખની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી શકે છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ