તાજેતરમાં વાપી શહેરમાં 78મા સ્વતંત્રતા દિવસના પર્વે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જાણીતા સામાજિક સંગઠન જમીયત ઉલેમાએ ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેકબખાન અને તેમની ટીમે વિશેષ યોગદાન આપ્યું.રેલવે સ્ટેશન પર ઇન્તેકબખાન અને તેમના સભ્યોની હાજરીમાં રેલવે મેનેજર તથા કર્મચારીઓ દ્વારા કુલીઓ અને સફાઈ કર્મચારીઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ સાથે, સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બળદર્દી સહિતના દર્દીઓને ફળોની કીટ આપવામાં આવી અને જલ્દી સ્વસ્થ થવા શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે ઇન્તેકબખાને જણાવ્યું કે, “આ દેશમાં દરેક સમાજના લોકો હળીમળીને રહે, અને દેશની પ્રગતિમાં પોતાનાથી બનતું યોગદાન આપે,” તેવી ભાવનાને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવાયો હતો.સ્વતંત્રતા પર્વની ઉજવણીનો મહિમા વધારતા, રેલવે સ્ટેશન સહિતના મુખ્ય મથકો પર ‘ભારત માતા કી જય’ના નારા લગાવાયા, રાષ્ટ્રગીત ગાયું, અને તિરંગાને સલામી આપીને ઉત્સાહભેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ